કેમ નવરાત્રીમાં કરવામાં આવે છે કન્યા પૂજન? જાણો તેનું મહત્વ અને પૂજાવિધિ
એવી માન્યતા છે કે કન્યાના પૂજનથી દુઃખ દૂર થાય છે. 3 વર્ષની કન્યાના પૂજનથી સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય છે. 4 વર્ષની કન્યાના પૂજનથી સુખ-સમૃદ્ધિ મળે છે. 5 વર્ષની કન્યાની પૂજાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે. 6 વર્ષની કન્યાના પૂજનથી યશ અને બુદ્ધિ મળે છે. 7 વર્ષની કન્યાના પૂજનથી સુખ અને ઐશ્વર્ય મળે છે. 9 વર્ષની કન્યાનાા પૂજનથી સમસ્ત તકલીફો દૂર થાય છે.
ઉંમર અનુસાર માતાજી ના નામ
3 વર્ષ : માતા ત્રિમૂર્તિ
4 વર્ષ : માતા કલ્યાણી
5 વર્ષ : માતા રોહિણી
6 વર્ષ : માતા કાલિકા
7 વર્ષ : માતા ચંડિકા
8 વર્ષ : માતા શાંભવી
9 વર્ષ : માતા દુર્ગા
10 વર્ષ : માતા સુભદ્રા
કન્યા પૂજન
કન્યાભોજનની સાથે સાથે એક બાળકને પણ ભોજન કરાવવું જોઈએ, જેને ભૈરવ તરીકે બોલાવવામાં આવે છે. ભૈરવની પૂજા કર્યા વગર માતાજીના પૂજનનો સ્વીકાર કરવામાં આવતો નથી. કન્યાઓની સંખ્યા 9થી વધુ પણ હોઈ શકે છે.
- નવ કન્યાઓ ના પગ ધોઇને તેને આસન પર બેસાડો.
- દરેક કન્યાને કંકુ અને ચોખાથી તિલક કરો.
- કન્યાઓ માટે બનાવવામાં આવેલા ભોજનમાંથી થોડુ ભોજન લઇને પૂજા સ્થાન પાસે મૂકી માતાજી ની આરતી તેમજ થાર કરવો .
- બાદમાં બધી કન્યાઓને ભોજન પીરસો .
- તેમને પ્રસાદના રૂપમાં ફળ, દક્ષિણા અને બન્ની સકે તો ઉપયોગની વસ્તુઓ આપો.
- દરેક કન્યાના પગે પડીને તેમના આશીર્વાદ લો અને તેમને સન્માનપૂર્વક વિદાય આપો.
Disclaimer :-
આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.