શીતળા સાતમ એ હિંદુ સમાજનો એક લોકપ્રિય તહેવાર છે જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ભારતમાં ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે આ દિવસે રસોઈ કરવામાં આવતી નથી અને એક દિવસ પહેલાં બનાવેલું ઠંડું ભોજન લેવાય છે. શીતળા સાતમનો મુખ્ય હેતુ શીતળા માતાની પૂજા કરી પરિવારને રોગ, દુઃખ અને અશાંતિથી બચાવવો છે.
શીતળા માતા કોણ છે?
-
શીતળા માતા હિંદુ ધર્મમાં રોગનિવારક દેવી તરીકે પૂજાય છે.
-
માન્યતા છે કે તેઓ ખાસ કરીને માતામરી, ચેપજન્ય રોગો, તાવ વગેરેને દૂર કરે છે.
-
રૂપ-વર્ણન:
-
વાહન: ગધેડો
-
હાથે: ઝાડુ, પાણીનો મટકો, નિમના પાન
-
સ્વરૂપ: ઠંડક લાવનારી, શાંત અને કરુણામયી માતા
-
તહેવાર ક્યારે ઉજવાય છે?
-
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમના દિવસે ઉજવાય છે.
-
એટલે કે ભાદરવા માસ શરૂ થવા પહેલાંનો અઠવાડિયો.
-
ચોમાસાના સમયમાં, જ્યારે ચેપજન્ય રોગો ફેલાવાનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે આ વ્રતનું પાલન કરવામાં આવે છે.
પૂજા વિધિ – સ્ટેપ બાય સ્ટેપ
-
પૂજાનું સ્થાન પસંદ કરવું – ઘરના આંગણામાં અથવા મંદિરમાં માતાનું ચિત્ર કે મૂર્તિ સ્થાપવું.
-
સજાવટ – ફૂલમાળા, નિમના પાન, દીવો, અગરબત્તી.
-
ભોગ તૈયાર રાખવો – પૂર્વ દિવસે બનાવેલા પૂરી, શાક, ગોળ-ચણા, લાપસી, દહીં-ભાત.
-
મંત્રોચારણ – માતાની આરતી, સ્તોત્ર અને ભક્તિગીતો ગાવા.
-
જળ અર્પણ – માતાને ઠંડું પાણી અર્પણ કરવું.
-
પ્રદક્ષિણા – માતાના ચરણોની ત્રણ કે સાત પ્રદક્ષિણા કરવી.
-
વ્રતકથા સાંભળવી – પૂજા બાદ પરિવાર સાથે માતાની કથા સાંભળવી.
પરંપરાગત ભોજન
શીતળા સાતમના દિવસે બનાવાતું ભોજન હંમેશા એક દિવસ પહેલાં તૈયાર કરવામાં આવે છે.
ભોજનમાં સામેલ:
-
પૂરી અથવા ભાખરી
-
શાક (સેવટામેટા, બટાટા શાક, આલુ મટર વગેરે)
-
લાપસી (ઘઉંનો લોટ, ઘી, ગોળ)
-
દહીં-ભાત
-
ગોળ-ચણા
-
ઢોકળા, હાંડવો અથવા નાસ્તો
શીતળા માતાની વ્રતકથા
એક ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બન્ને બહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી.
એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની બહુને રાંઘવા બેસાડી. નાની બહુ મધરાત સુધી રાંઘતી હતી. એટલામાં ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો.
સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું.
નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની બહુ નિકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.
નાની બહુને જોઈ તલાવડીઓ બોલી, “બહેન તું ક્યા જાય છે?”
નાની બહુએ કહ્યું, “હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું.”
તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પુછતા આવજો.
નાની વહુ ત્યાંથી આગળ વધી.રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે?
બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું.
આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પુછતી આવજે.
નાની બહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં બેઠાં હતા.
બહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને.
વહુ દળાયું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી જુઆ વીણવા બેસી ગઈ.
થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે “જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો” આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના પગે પડી ગઈ.
વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શિતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.
નાની વહુ ખુશી થતી, શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે બહુ આવી, તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ.
બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો.
સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુ:ખી જવાના બદલે જેઠાણી ઊલટાની ખૂશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નિકળી.
રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે ?
જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી . આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.
તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.
લોકપ્રિય શીતળા માતાના મંદિરો
-
શીતળા માતા મંદિર – રાજકોટ, ગુજરાત
-
શીતળા માતા મંદિર – અમદાવાદ, ગુજરાત
-
શીતળા માતા બારી – રાજસ્થાન
-
શીતળા માતા ધામ – મધ્યપ્રદેશ